Friday, January 23, 2015

Poem for baby: તું બુલબુલ આ ઘરનું, તારી આભા ઉગતા સુરજ જેવી



તું બુલબુલ ઘરનું,  તારી આભા ઉગતા સુરજ જેવી


નન્હી શી ગુડિયા રાણી, તારી આભા ઉગતા સુરજ જેવી
તારી આભા ઘરમાં પૂરતા પ્રાણ, તું બુલબુલ ઘરનું

જન્મથી આલોકમાં લઇ આવી, તું રેશમી ઝુલ્ફોં પરીઓ જેવા
ઝુલ્ફોંના વિવિધ શણગારમાં, તું  લાગે ગુડિયા જાપાની

તારા નયનોમાં રમે ચાંદ સિતારા, તેઓ પલકાવે આંખો તારી
તારી આંખનો એક પલકારો, આશાઓ જગાવે જીવવાની

જયારે જીવન બન્યું એકાકી, જયારે આશાઓ ફાડતી રહી છેડા
તારું આગમન લાવી ખુશી, છલકાયો સાગર ખુશીનો

તારી થોડી પણ ઝલક હસીની, ભુલાવી દેતા સંસારી દુઃખો
તું જયારે બોલતી પા પા, આનંદ વિભોર થતું મનડું

જયારે તું  ભરતી પા પા પગલી, દેતી પ્રેરણા નવું શીખવાની
તારો પુસ્તક પ્રેમ અજોડ, ખુશીથી ગજ ગજ ફૂલતી છાતી


કૈક મળ્યા દુનિયાના મેળામાં, તું રહી હમારી જિંદગીનો બાગ
સૌને તમન્ના છે કે, જગમાં રોશન કરજે  નામ

જયારે ઘડપણ મને પજવસે, જો હું કદી જિંદગીથી રસ ગુમાવી બેસું
તું મીઠી હસી દઈ દેજે, માનીસ ધન્ય થઇ સફર આ જગની        

લેખક : ડો. રમેશ ગોહિલ

Vocabulary:
1.    આભા =પ્રભામંડળ(સૂર્ય,ચંદ્રની આસપાસ અથવા સંતપુરુષના ચહેરા ફરતું તેજનું વર્તુળ) =Halo
2.   ઢીંગલી= ગુડિયા=doll
3.   સિતારા =stars= તારા
4.   ઝુલ્ફોં= hairs= વાળ
5.   રોશન= પ્રખ્યાત =પ્રકાશિત=famous