Thursday, February 12, 2015

Sarina attended my birthday celebration party



Sarina attended  my   birthday celebration party  in Jan, 2015 which was held  at  Rahul's  house  in  San Diego, CA. Sarina is 18 months old. 




















Some pictures of  views around  the house.


















In fact right side of house is a Canyon.









Friday, February 6, 2015

A Poem, a small girl teaching leadership qualities of Ganesha

A Poem, a small girl teaching leadership qualities of Ganesha 

જુઓ ગણપતિનું માથું મોટું, એ રોજના પૂજાતા રહેતા
એના હર અંગ શીખવે ગુણો નેતા થવાના


નાની છોરી જગની તો શું થઇ ગયું, માથું છે મારું મોટું
મોટા માથાવાળા જગમાં મોટે ભાગે શાણા

જુઓ ગાય ભેંસ ને હાથીઓ, માથાઓ સૌના મોટા મોટા
શાણપણ બતાવ્યું એમણે થઈને શાકાહારી

લડતા ઝગડતા ના કોઈ સાથ, સેવા કરતા માનવોની
ગાય ભેંસ દૂધ પીવાડી માનવને કરતા મોટા

પશુ પંખીઓ માનવને શીખવે નાની મોટી શાણી વાતો
ભણેલો માનવ શીખે તો જગ બને અતિ પ્યારું  
 
જુઓ ગણપતિનું માથું મોટું, એ રોજના પૂજાતા રહેતા
એના હર અંગ શીખવે ગુણો નેતા થવાના

મોટા કાને સાંભળતા ગણપતિ નાની મોટી સૌની વાતો
નાની આંખે જોઈ કરતા વિશ્લેષણ સૌ ચીજોનું

છુપા મુખથી ઓછું બોલે ને હર શબ્દ તોલી તોલી બોલે
સૂંઢથી પારખતા આસપાસનું સારું નકામું      

મોટા પેટમાં એ સંગ્રહી રાખતા બીજાએ કરેલ બૂરા કર્મો
બ્રહ્માંડની રક્ષા કાજે એ ગળી જતા સૌ દુઃખો

ભરે પગલા જો સમજી સમજી તો મળે સફળતા રાહોમાં
ઉતાવળા તે બાવરા ધીરા તે ગંભીર 

ચાર ભુજાઓ દર્શાવે સૂક્ષ્મ શરીરમાં છુપાય રહેલ લક્ષણો
મન બુદ્ધિ ચિત્ત અહંકાર બનાવે મિત્ર યા શત્રુ        

ગણપતિનો એક દંતશૂળ બતાવે જગની બેવડી પ્રકૃતિઓ
સત્ય સમજવા ભગાડો દ્વૈતવાદના સ્વરૂપોને  

કપાળ પર ત્રિશુળ દર્શાવે, વર્તમાન, ભૂત અને ભવિષ્યકાળ
કરે કાબૂ વર્તમાન કાળમાં તે ઘી કેળા ખાય

શીખવે ગણપતિ વિચારો બદલવાથી આવે ક્રાંતિ જગમાં
માથા કાપવાથી તો વધે પાપો આ જગમાં

લેખક : રમેશ એમ ગોહિલ

Note: Teaching of leadership qualities Ganesha. બાવરા=confused;
સૂક્ષ્મ શરીર= subtle body; ગંભીર=serious, tranquil, wise; લક્ષણો= Attributes;
વિશ્લેષણ= analysis, dissection; દ્વૈતવાદના સ્વરૂપોને forms of dualism;=Dualism in Metaphysics is the belief that there are two kinds of reality: material (physical) and immaterial (spiritual). In Philosophy of Mind, Dualism is the position that mind and body are in some categorical way separate from each other, and that mental phenomena are, in some respects, non-physical in nature.