જીવોની રચના નાથ ભલે કરે જુદી જુદી, પણ તે કદી ના કરે અન્યાય માતૃપ્રેમમાં
પંડિત મગને અભણ છગનને હસતા કહ્યું, માનું હું જગતમાં પ્રાણદાતા અનેક
માથું ધુણાવતા ધુણાવતા છગને પૂછ્યું, મગન તને આવું સત્ય લાધ્યું ક્યાંથી
જોયા જગમાં અનેક દયાહીન પશુ પક્ષીઓ, જન્મતા જ ત્યજી દેતા નાના શિશુને
ત્યાગે સાપ, કાચબા, સસલા, ગરોળી, એવુ જ કરે કોયલ, પતંગિયા ને વાયદાહ
પેંડા જેવા માંબાપના કલેજા ઘણા નિર્દય, એક બાળક રાખી બીજા છોડે જંગલમાં
માત્ર ઘણા હિંસક જાનવરોના ભયથી, સાપણો ને ગરોળીઓ ખાય પોતાના ઈંડા
હાર્પ સીલ રાખે બચ્ચા બાર દિવસ, પેન્ગયુંન, ગાય, ફ્લેમિંગો રાખે ત્રણ મહિના
પાયલોટ વહેલ ને પોલર રીંછ રાખે બે વર્ષ, કેમ પશુમાં માની મમતા જુદી જુદી
બાળકની જન્મદાતા હો તો કાનગારુ જેવી, જન્મ પછી બાર માસ પાળે થેલીમાં
આવી થેલી કેમ ના આપી બીજા જાનવરોને, બાળક જોડે માં મારે મોટી છલાંગ
હાથી ને માનવ કુટુંબો લેતા કાળજી શિશુની, દશ સાલ રાતદિન માબાપ કરે સેવા
ઘણા માનવોના બાળકો પડે અતી મોઘા, માનવ શિશુ લેતા રહે મદદ જિંદગીભર
વિજ્ઞાની કહે હાથી ને માનવના મગજો મોટા, તેઓ જન્મે અણવિક્ષિત મગજ સાથે
અણવિક્ષિત ને વિક્ષિત થતા લાગે સમય, તેથી જ તેમને પગભર થતા લાગે વાર
ઝીબ્રા, માનવ ને હિપોપોટેમસના બચ્ચા, દેખાવમાં લાગે તેમના માબાપના જેવા
માછલી, ઉંદર ને દેડકાના બચ્ચા લાગે જુદા, આવા બચ્ચાઓ કોને કરી શકે પ્રેમ
ઓ ફાની દુનિયામાં સૌના માબાપ ઘડનારા, જગ રચાયું પ્રેમ ને આનંદ લેવાદેવા
ભગવાનને શી મજબૂરી સરખો પ્રેમ દેવામાં, તે કેમ કરે ભૂલ મગજની રચનામાં
મગન તું મારી વાત માંને યા ના માને, ભગવાન હોઈ તો તે મહાસત્યને જાણનારો
જીવોની રચના નાથ ભલે કરે જુદી જુદી, પણ તે કદી ના કરે અન્યાય માતૃપ્રેમમાં
લેખક : ડૉ . રમેશ એમ. ગોહિલ , Aug. 24, 16
ભગવાન= Only one God who has created all living
creatures of this world.