માનવોએ બનાવી ભાષાઓ, પણ ખુબ બોલે સારું નરસું
વાત વાતમાં દિલ દુભાવે, ખોય બેસે પ્રેમ વહાલાઓનો
ગુજરાતી કવિતા-
બોલવું, ચાલવું, ખાવું, પીવું,
મુખ્ય કર્મ જગમાં સૌનું
જીવ
જંતુ હંમેશ બોલે થોડું, જાણે અનોખા મંત્રો બોલે
કાળી
કોયલ ટહુકા કરે કૂ કૂ, સૌને
લાગે એ મીઠા સુર
એની
મીઠી વાણી સુણી, છોડો ને ઝાડો પર મહકે ફૂલો
રંગે
રૂડો ને રૂપે પુરો પોપટ, સદા બોલે મીઠું,
મીઠું, મીઠું...
મહેમાન
દેખી દેતો ખબર, ના શીખે માનવ મીઠી વાણી
વહેલી
સવારે કુકડો જાગે, ને મોટેથી બોલે કૂક-ડે- કૂક
જાણે
વાગ્યું કુદરતી એલારમ, ઉઠે લોકો ને વળગે કામે
બન્યો
એ ઘરનો ચોકીદાર, એ તો જીવતું રમકડું સૌનું
ભૂંડકા
બોલે, ઓઇક ઓઇક, જાણે પેટમાં ગરબડ મોટી
ઘરનો
બધો ગંદવાડ ખાય, રાખે સૌના વાડા ચોખ્ખા
નવલી
નાર જેમ ચાલે બતકો, સારો દિ’ બોલે કવેક, કવેક
તળાવમાંથી
જંતુઓ ખાય, પીવાડે ગામને પાણી ચોક્ક્ખું
બિલાડી
અમારા ઘરની શોભા, બોલતી મિયાંવ, મિયાંવ,
અવાજ
સુણીને ચીં ચીં કરતા, ઉભી પૂછે ભાગતા ઉંદરો
ભોર
ભયે દાદી પૂજા કરે ગાયોની, બોલતી રહે મૂ, મૂ, મૂ
સ્ટૂલ પર બેસી દોહતી ગાયો, દૂધ પીઈ સૌ રહે તાજામાજા
કોયલના બચ્ચા ઉછેરી આપે, લઈ જાય સંદેશ પૂર્વજો પાસ
ઘોડો
અમારો લાડકવાયો, બોલતો રહેતો ને...હ, ને....હ,
ઘોડા
ગાડી ફેરવી પૈસા કમાવ, ઘોડાની મહેનતે ચાલે ઘર
કરોડીયાને
ના સાંભળ્યો બોલતા, ના બોલવામાં નવ ગુણ
જાળ
કરી પકડે મચ્છરો, ઝેરી જીવડા ખાય કરે સેવા સૌની
હંમેશ
ઓછું બોલી પશુપક્ષીઓ, કરતા
સંદેશની આપ લે
હંમેશ કરતા આપણી સેવા,
ક્યારે શીખીશું એમની પાસે
માનવોએ
બનાવી ભાષાઓ, પણ ખુબ બોલે સારું
નરસું
વાત વાતમાં દિલ
દુભાવે, ખોય બેસે પ્રેમ વહાલાઓનો
ઋષીઓ ગયા જંગલમાં,
શીખ્યા ભાષા પશુપક્ષીઓ પાસે
બોલવા ઘડ્યા
મંત્રો, જે જોડે પ્રભુ સંગ ને રાખે તંદુરસ્ત
લેખક : ડૉ. રમેશ
એમ. ગોહિલ
Who says Oink ? A Pig
Who says moo ? A cow
Who says peep ? A Chick
Who says Neigh ? Horse
Who says quack ? Duck
Who says meh ? A Goat
Who says woof-woof ? A Dog
Who says meow meow ? Cats
Who says cock-a-doodle-doo ? A Rooster
Who says hoot ? An Owl
Who says Baa ? sheep
Who says Bow wow wow ? Dog
Who says Ruff Ruff ? A little Dog
ગધેડો અંદરથી હોંચી હોંચી
No comments:
Post a Comment