Letter-7: Oh rising stars of the world, let me give you a glimpse
of a hidden artist!
ઓ આ જગના ઉગતા સિતારાઓ, ઝાંખી કરાવું તમને છુપા કલાકારની
ના જાણ્યા કોઈએ એના રંગરૂપ, સૌનો અણદીઠો છૂપ્યો ક્યાં આ લોકમાં
ઓ આ જગના ઉગતા સિતારાઓ, ઝાંખી કરાવું તમને છુપા કલાકારની
ના જાણ્યા કોઈએ એના રંગરૂપ, સૌનો અણદીઠો છૂપ્યો ક્યાં આ લોકમાં
ચાલો કરીએ એના બાગની સેર, સાચવી સાચવીને તમે પાડજો પગલા
જો જો અહીં કોક જીવ હણાય ના,બનાવી શકાય ના જેને તેને કેમ મરાય
ભોરના નાજુક કિરણો અંધકાર ભગાડે, ને સૌના દેહમાં ભરતા જીવ સંચાર
આશાના કિરણો લઇ જાગે સૌ સંતાનો, જોડાતા જીવો કામની ઘટમાળમાં
જયા જુવો ત્યાં ખેલે જાદુઈ ખેલ, કોકને ઉડાડતો પાંખોથી એ ઊચા ગગને
કોકને તરાવતો ઘૂઘવાતા સાગરમાં, તો કોકને દોડાવે ધગધગતી રેતી પર
જુઓ જુઓ અહીં રંગીન ફૂલો ફળોને, તેને ખાતા નાના મોટા રંગીન પંખીઓ
પંખીઓ ભોગવતા ખાટા મીઠા ભોગ, ચાલવા અશકત વૃક્ષો કરાવતા ભોજન
ધરતી સંગ કોણે બાંધ્યા પગો વૃક્ષોના, પરોપકાર કાજ વૃક્ષો સહતા ઠંડી તાપ
કરતા વૃક્ષો પશુપક્ષી કાજ બલિદાન, જગમાં રાખતા સૌને હરદમ તાજામાજા
ચેતનો ધરતા રૂપો જાત જાતના, સૌને કાજ બનાવતા ભાત ભાતના ભોજન
ચેતન ચેતનને જીવાડે તે રીત રહી, સૌ પુરક બને તો પ્રેમથી ચાલે દુનિયા
જુવો રચના સાગરના જળચરોની ને કામો ઘેટા ગધેડા ઘોડા કુતરા ગાયના
સદીઓથી પશુઓ કરતા માનવ સેવા, વિના વેતન પશુઓ જ કરતા કામો
સૌ કાજ શાંતિથી વહેતી નદીઓ, ઘૂઘવાતા સાગરો ગરજતા મોટે મોટેથી
ગાજ વીજ કરી વરસતો વરસાદ, બુમો પાડે જે મોટી તેની વાહ વાહ મોટી
સાંજ સવારે ગગને રંગોળી એ પુરતો, અંધકારમાં ચમકાવતો ચાંદ તારાને
બનાવી માનવને સર કરી ટોચ કલાની, મન બનાવી એતો ધોઈ બેઠો હાથ
ધનવાન જન્મ્યા જીવો જગતમાં, મળ્યું મન જેને મોટું તેમને સંતોષ ઓછો
હળી મળીને જીવે જગમાં જો જીવો, તો સફળ બને બધી કલા સર્જનહારની
કયી નિશાળે ભણ્યો કલાકાર જગનો, કહું એને એન્જિનિયર કે કહું હું કેમિસ્ટ
ડીઝાઈનર કહું કે કહું સર્વશક્તિમાન, સમજમાં ના આવે અહીં જાદુગર કોણ
રચનાકાર : રમેશ એમ .ગોહિલ
Letter-7: Let me take to you in the garden of God.....Gujarati Poem
ReplyDelete