Saturday, July 26, 2014

Letter-8: Poem on Parrot તું ભણેલો પોપટ રાજા રામનો, તું સતી સીતાનું વહાલુ રમકડું


Letter-8: Poem on Parrot

તું ભણેલો પોપટ રાજા રામનો, તું  સતી સીતાનું વહાલુ રમકડું

તારા રૂપમાં મોહ્યું રે જગ સારું, ઘડાવ્યા હીરલા જડાવેલ પાંજરા 

See another picture at the end of  poem


તું  ભણેલો પોપટ રાજા રામનો, તું  સતી સીતાનું વહાલુ રમકડું
તારા રૂપમાં મોહ્યું રે જગ સારું, ઘડાવ્યા હીરલા જડાવેલ પાંજરા

ગળે કાળો ને ગુલાબી કાંઠલો, શીખવી નારીને સોહાવતા નેક્લેસ
તારી માદાને કેમ નથી કાંઠલો, પશુપક્ષીઓમાં સૌ નર સોહામણા

રૂડી આંકડીયા લાલ ચાંચ તારી, નટ ફોડી ખાતો તું તો સુકામેવા
જગમાં આવી નથી કોઈની ચાંચ, લાગે નાથનો તું લાડકો દીકરો

સ્ત્રીઓ તો આંજે કાજળ કાળું, ગોળ આંખે તે આંજયુ કાજળ કેસરી
ભૂલકાઓ રમતા તારા રમકડાં, હસી હસીને માણતા તારી સુંદરતા

રંગ તારો લીલા ઘાસના જેવો, પાંખની અંદર છૂપો છે રંગ પીળો
પણ છૂપ્યા છે બીજા રંગો તુજમાં, તારી કુશળતાનો તો નહિ પાર

સૌથી જુદેરી તારી પગલી, પગની આગળ પાછળ બે બે આંગળા
ચતુરાયથી તું તો ફોડે નાની તોપ, આસાનીથી ચલાવે બાઈસીકલ 

નકલ કરવામાં તું અતિ માહિર, બોલી શકતો ભાષા જગની ઘણી   
મોઢે રાખે રામાયણ ને નાટક, તારી યાદશક્તિ તો અપરમ પાર

તું ખાય તીખામાં તીખું મરચું, જીવાત ના ખાનાર તું તો શાકાહારી
તું તો બોલતો હંમેશ મીઠું મીઠું, તારી બોલી લાગે સૌને બહુ પ્યારી

પોપટ તું તો પ્રુર્વજન્મનો ઋષિ, તેઓ શીખવી ગયા બોલતા મીઠું
સાચું બોલજો પણ બોલો પ્રિય, સાચું પણ કડવું કદી નહી બોલવું

તું પંખી થઇ શીખવે માનવને, ફાયદા ઘણા થાય મીઠી જબાનથી  
મીઠું બોલવામાં સૌને રશ ઓછો, કડવી ભાષા તો કરે પ્રેમ ઓછો

સંદેશ વાહક થઇ તે બજાવી સેવા, ઘર આંગણે આવકારે મહેમાન
સદીઓથી બન્યો તું ડોર બેલ, બન્યો વહાલો દોસ્ત તું ઘર ઘરનો  

રચનાકાર: રમેશ એમ . ગોહિલ , Newark, DE


1 comment:

  1. Poem on Parrot. પોપટ પર કવિતા , ગુજરાતીમાં .

    ReplyDelete