Saturday, October 18, 2014

L13. Poem On Crow: આંગણીયે બેસી હું જોતો કાકાને, આંબા ડાળે બેસી તું બોલતો કા કા કા






Poem On Crowકાગડાનું સંસ્કૃત નામ "કાકા"

આંગણીયે બેસી હું જોતો કાકાને, આંબા ડાળે બેસી તું બોલતો કા કા કા

આંગણીયે બેસી હું જોતો તુજને, આંબા ડાળે બેસી તું બોલતો કા કા કા
લોકોને લાગે તારો અવાજ કર્કશતો કોકને ના ગમતો તારો કાળો રંગ
કોકને લાગતો તું હાનિકારક, તો લોકને લાગે તારી લાક્ષણિકતા અશુભ
સમજી શક્યું ના આ જગ તુજને, સોનાની પરીક્ષા તો પાકો સોની જાણે  

ભર્યા તુજમાં ગુણ ગુણના ભંડાર,ચતુરાયનો રહયો તું તો મોટો ખેલાડી
તારા સમો સમાજ સેવક ના કોઈ, દિલ દઈ ઉછેરતો કોયલના સંતાનો
જગનો તું પ્રથમ ટેકનોલોજીસ્ત, ભાત ભાતના હથીયાર બનાવતું પક્ષી
હથીયારની પહચાન દીધી માનવને,ખોરાકની શોધમાં વાપરી બતાવ્યા

જાદુઈ આંખો કોઈનામાં દીઠી નહિ,બંને આંખે તું જોતો જુદા જુદા દ્રશ્યો
કદી ના બીતો કાકા કોઈ પક્ષીથી, પીછો કરે જો ગરુડનો તો મારીને જંપે      
પક્ષી જગમાં તેજસ્વી મન તારું, શરીર પ્રમાણે તું તો ચીમ્પાઝી સમકક્ષ
મધુર સ્વર શબ્દોનો તુજમાં ભંડાર, સંગીત પ્રેમી કહેતા “સોન્ગ બર્ડ” તને

સંગીતમાં ભવ્યતા તુજમાં મોટી, ઓપેરાના પાઠ ભણી બતાવ્યા જગને
સંદેશાવ્યવહારમાં તું સૌથી માહિર, સ્વર આધારિત રચી બતાવી ભાષા
એક બીજાઓને સંદેશા મોકલતા, દેતા માહિતીઓ ખોરાક ને ભય તણી
માહિતીથી વંચિત કરતા સાથીઓને, ચેતવણી દેતા લડાઈ તૈયારી કાજ

યાદ શક્તિમાં ના કોઈ તારી તોલે, સંતાડે ચીજો ખૂણે ખૂણે પણ ના ભૂલે
મશ્કરી કદી ના કરવી કાગડાની, રોષ રાખે ને વિના વેર કદી નહી જંપે      
કહે ભારતીય પૌરાણિક માન્યતા, પૂર્વજ આત્માનો તુંજ છે સંદેશા વાહક
માતૃપિતૃ તર્પણ થતું તુજ થકી, તુજ આત્માઓની શાંતિ કરાવી આપતો

કાકા બન્યા શનિદેવનું વાહન, કાકાના સર્વે ગુણો શનિગ્રહને આધારિત
શનિ જેટલો સારો તેટલો અશુભ, નિષ્પક્ષ ચુકાદો, ભક્તિભાવનો દેનાર
શનિદેવે કાપ્યું ગણેશજીનું માથું, કર્મ પ્રમાણે ફળ દેનાર તું છે સત્યપ્રિય
શનિદેવ બનાવે તત્વજ્ઞાની, સંશોધક, મહેનતુ, જવાબદાર ને સહનશીલ 

લેખક: રમેશ એમ. ગોહિલ
Note:  Poems on Birds and Animals are written for educating kids of our family. Specifically, we want to teach them characteristics of Birds and Animals. It is hard to write scientific poems in normal poetic format; however I have tried my best. I welcome any suggestion to improve quality or correctness of the facts discussed in poems.

1 comment:

  1. This is a Poem On Crow, written by Ramesh M. Gohil. કાગડા પર ગુજરાતી કવિતા , કાગળના ગુણો, શનિ દેવનું વાહન , characteristics of Crow.

    ReplyDelete