Letter: 13 Poem Comprises Teaching
of Saint Kabir
Kabīr was a mystic
poet (રહસ્યવાદી કવિ) and saint of India. His creation was greatly influenced the Bhakti
movement. He lived for 120 years. Here in the Gujarati poem in which I have summarized some impressive teachings of Saint Kabir.
કબીરજી
આવ્યા, કબીરજી આવ્યા, શીખવવા પ્રેમના પાઠ રે
સાથે
લઇને આવ્યા ભાત ભાતના હીરા મોતી માનવ કાજ રે
કબીરજી આવ્યા, કબીરજી આવ્યા, શીખવવા પ્રેમના પાઠ
રે
સાથે લઇને આવ્યા ભાત ભાતના હીરા મોતી માનવ કાજ રે
હિંદુ, મુસ્લિમ ને શીખને પ્રેમથી ધરી અજબ ગજબની ભેટો રે
રામ નામના અનમોલ રતન પ્રેમથી વહેંચીયા સૌને સરખા રે
કાપડ વણતા વણતા બનાવ્યા ગીતો જ્ઞાન દયા પ્રેમ તણા રે
કાપડ વેચી રોજી કમાયા ને વધી પુંજી તે વહેંચી
નિર્ધનોને રે
લખ્યા ચાપ્કાઓ, ગીતો ને ભજનો જેને સૌએ પ્રેમથી ગાયા રે
સમજ્યા સાર તેનો થયો ઉદ્ધાર ને સંસાર સાગર તરી ગયા રે
કહે કબીર રામનામ ધન જગમાં સહુથી મોટું કરો ધ્યાન તેનું રે
કરે જાપ હર દિન રામ નામનું તો ભાગે દુઃખ સહજમાં સૌના રે
જયાં દયા ત્યાં ધર્મ, લોભ ત્યાં પાપ,
ક્રોધ ત્યાં નાશ નિશ્ચિત રે
જયાં ક્ષમા ત્યાં તમે, ક્ષમા વીરોનું આભુષણ પાલન કરો તેનું રે
માયા જગ સાંપિની ભૈ એ બેઠી લઈ વિષ કામ ક્રોધ લોભના રે
એણે અજ્ઞાની જીવોને ફંડોમાં ફન્ડીયા ને સાંપિની ડંખી ભાગે રે
ચિંતા એવી ડાકણ જે કલેજું કાપી ખાય, વૈદ્ય પાસ દવા નથી રે
ચિંતાળુ મન એવું જાણે આગ લગે સાગરમાં ધુવા ના દેખે કોઈ રે
મન કા ખોજ કોઈ નહિ પામેં, શિવ બ્રહ્મા ને ઋષિમુનીઓ હારે રે
અપરમ્પાર પાર નહીં તારો, અગમ અગોચર મહિમા મનનો રે
દુનિયા બહુ રંગ બાવરી જે સમજે તીરથ સ્નાન ભગાવે પાપ રે .
કટૈ ન પાપ સ્નાનથી રહે તન મહી ને મનનો મેલ નહિ જાઈ રે
મન મંદિરમાં જો હોઈ મેલ તો મનને વાત કેમ કરી સમજાય રે
દેનાર જ્ઞાન કે ધન દાન કરે, ઉપયોગ તો લેનારના મન પર રે
બનતા જોયા ઘણાં તત્વજ્ઞાની ને કવિઓ નિશાળે જવા વગર રે
મન મંદિરના દ્વાર ખુલ્લા હશે તો સરસ્વતીજી મનમાં વિરાજશે રે
મીઠા વચન સબસો બોલીએ, તોહી સુખ ઉપજૈ સહુના મનમાં રે
આજ વશીકરણ મંત્ર છે, જે તજે કઠોર વચન પામે પ્રેમ સહુનો રે
ગાયત્રી મંત્ર અને કબીરજી શીખવે સૌને જ્ઞાન જીવન આધાર રે
જ્ઞાનથી સારા કર્મો કરાય ને સદ કર્મો વગર સફળતા કયાંથી રે
લેખક : રમેશ એમ. ગોહિલ
બાવરી= ગભરાયેલું.અધીરી,ઘેલી, confused; ભૈ-ભાઈ ; પાવૈ=પામે ; સબસો=બધાને ; ઉપજૈ=થાય .
No comments:
Post a Comment