Tuesday, July 17, 2018

હસતા રહેજો ને રમતા રહેજો, પ્રેમ સાગરમાં તરતા રહેજો,






જ્ઞાનથી જ દુનિયા પાર કરાય, ગાયત્રી મંત્રોનો સંદેશ એજ,
   ભેગા મળી કરશું સૌ કામ તો, સ્વર્ગ ઉતરશે આ ધરતી પર   

બાળ કવિતા;


હસતા રહેજો ને રમતા રહેજો, પ્રેમ સાગરમાં તરતા રહેજો,
કરજો રે પ્રેમ પ્રાણીઓને, દુભાવશો ના દિલડા દુઃખીઓના    

આંધી આવે કે તોફાન આવે, છોડશો કદી ના માનવતાવાદ,
દુઃખીઓના આંશુ લૂછતાં રહેજો, બનતી મદદ કરતા રહેજો

જ્ઞાનથી જ જીવન તરી જવાય, ગાયત્રી મંત્રોનો સંદેશ એજ
શીખતા ને શીખવતા રહેજો, માનજો વિશ્વ એક કુટુંબ આપણું  

આપણે છોરા એક બાપના, ત્યજ્જો ઊંચ-નીચના ખોટા વાદો   
ભેગા મળી કરશું સૌ કામો તો, સ્વર્ગ ઉતરશે આ ધરતી પર     

આંખ મળી છે સારું જોવા ને જીભ મળી બોલવા મીઠું ને ગાવા  
કાન મળ્યા સારું સાંભળવા, પગ મળ્યા પ્રકૃતિની મઝા માણવા  

માણજો સવાર સાંજ મહેફિલ, સુરજના બદલાતા વિવિધ રંગોની  
માણજો ચાંદની પૂનમના ચંદ્રની ને રમતો ચાંદ તારા વાદળોની

જોજો જંગલની કુંજો ને કોતરો, સુણજો ઝરણા ને સાગરના ગીતો
સુણજો કોયલના મધુરા ટહુકા, જોજો મીઠી રમતો મોર ને ઢેલની

ગણજો પાંખોની ગતિ હમીંગબર્ડ્સની, માણજો ચતુરાય કાગડાની
જો જો બિહામણો ચહેરો ઘુવડનો ને કળા મધ કરતી મધમાખીની    
  
સૌને અવસર મળ્યો અનોખો, માણી લેજો આનંદ સૌ ઇન્દ્રીઓથી
ના જાણ્યું કોઈએ આ જગમાં, ફરી મળશે કે નહિ લહાવો અનેરો  

રચનાકાર : પ્રો. ડૉ . રમેશ એમ. ગોહિલ
July 13, ૨૦૧૮





No comments:

Post a Comment