જો જો યુવાનો ખેલાય નહિ વિશ્વયુદ્ધનો નાટક
ફરી
યુવાનો આ જગના તમને શીખવું પાઠ એક મઝાનો
આ દુનિયા નથી શું એક અલકમલકનો મેળો મોટો
સુરજ, આકાશ, હવાપાણી સૌ જીવંત કૃતિઓ કાજ
અહીં કુદરતની
કૃતિઓ સંગાથે હળીમળીને રહેવું
મળ્યું સૌને લોકશાહી જાતનું મગજ એક અદભુત
ઉપયોગ કરવો કેવો તેની જવાબદારી છે આપણી
જોઈએ તેટલું ખાજો ને બાકીનું છોડજો બીજા કાજ
સંદેશ છે સૌ ગ્રંથોનો આપણે સંતાનો એક પિતાના
પરકમાયું ધન જે જન લુટે એ શોષણ
જગમાં મોટું
ધનલોભમાં
થયા યુદ્ધો ને ગયી સંપત્તિઓ ને જાનો
પુકારે ગાયત્રી મંત્ર કે મેળવવા જેવું જગમાં છે જ્ઞાન
જ્ઞાન સાધન જ એકલું જે કરાવશે જીવન નૈયા પાર
કહે શાણા સાધનાથી કરી શકાશે ચંચળ મનને સ્થિર
સ્થિર મન તો લાવે ડહાપણ, પ્રફૂલીત્તા ને માનવતા
હર હંમેશ સાંભળતા રહેજો સલાહ અનુભવી જનોની
પ્રેમ તો છે પગથીયું
પહેલું જગમાં આગળ વધવાનું
ધનલોભ સેતાન અભાગી ને એ કરાવે કામો અવળા
પ્રેમથી જો જીતશો દુનિયા તો જાશો સૌ વૈકુંઠ ધામ
આટલું અદભુત વિશ્વ બનાવવું એતો ખેલ છે જાદુઈ
જો જો યુવાનો ખેલાય નહિ વિશ્વયુદ્ધનો નાટક ફરી
રચનાકર: પ્રો. ડૉ. રમેશ એમ. ગોહિલ
No comments:
Post a Comment