મન છે તો માનવ
આપણે, મનની વાત તો અતી નિરાલી
મન માનવને મારે
યા તારે, બધો આધાર મનની સમજ પર
મનમાં વસે દેવો
ને દાનવો, ભગાડો મનથી દાનવ ગુણોને
દૈવી ગુણો લાવે પ્રેમ દયા, ભગાડે અભિમાન ને અણસમજ
પ્રેમ તો છે પૂજા
અને ભજન, પ્રેમ તો દિલની ભાવના ને દયા
પ્રેમ તો છે ધર્મ
ને સિધ્ધાંતો, પ્રેમથી મનમાં વસે દૈવી ભાવો
કોઈ કરે જો બુરું
તો માફ કરજો, આ રીત મન સાફ કરવાની
સાફ મન જ કરે વિચારો સારા, ને શરીર રહેશે સદાય નીરોગી
આવશે જો બધામાં
દૈવી ગુણો, તો જ બનશે વિશ્વ એક કુટુંબ
બનશે જયારે વિશ્વ
એક કુટુંબ, ત્યારે જ જજો બીજા ગ્રહોપર
જુઓ દશરથ
પુત્ર શ્રીરામને, જન્મ્યા પ્રેમના
દૈવી ગુણો લઇ
રામ બનો તો વનવાસ
મળે, નાતો થાય શિવ ને
પ્રકૃતિ સંગ
દૈવી ગુણોથી બુદ્ધે છોડયું ઘર, મીરાંએ શીખવી રીત ભક્તિની
દૈવી ગુણોથી થયા અનેક સંતો, તેમણે શીખવ્યો માનવ ધર્મ ના રહેશે લડાઈ કે કોઈ ભૂખ્યું, ના રહેશે મંદિર, મસ્જિદ કે ચર્ચ
મુક્તિ મળશે અહીં
વેપારીઓથી, મુકત થઈશું ધનવાન સંતોથી
રહેશે નહિ તોપો ને મિસાઇલો, અરે મળશે મુક્તી આતંકીઓથી
રચનાકાર : પ્રો ડો રમેશ એમ ગોહિલ
Former Professor and Director, Materials Sci. and Engg., University of Utah, USA;
Polymer Scientist and Technologist, Dept. of Materials Sci. and Engg., DuPont Co.,
Experimental Station, Wilmington, DE, USA. Polymer and Material Education in India
and Germany.
इश्क है इबादत, इश्क है इमान, इश्क सफर है, इश्क मुसाफिर,
इश्क ग़ज़ल है, इश्क तराना, इश्क को जिसने जान लिया
उसने रब को पहचान लिया,
No comments:
Post a Comment