આવ્યો રે આવ્યો પવિત્ર શ્રાવણ માસ ને લાવ્યો રક્ષા બંધનનો અનેરો પર્વ
પૂનમના ચાંદ જોડે ભાતૃત્વ પ્રેમનો પર્વ ને બે આત્માઓના મિલનનો પર્વ
સવારે વહેલા ઉઠી ભાઈઓ બદલે જનોઈ, કરે શુભકામના લાડલી બેન કાજ
બે હૃદયોને સુતરના તાંતણે ગૂંથવાનો પર્વ , ભાઈની રક્ષાની ઉજવણીનો પર્વ
વિચાર ને કાર્યોમાં શુદ્ધતા સ્થાપના દિન, મનમાં પડેલી ગાંઠો ત્યજવાનો પર્વ
હર્ષોલ્લાસથી પવિત્ર વાતાવરણ સ્થાપી, તિલક કરીને રક્ષા બાંધવાનો પર્વ
સર્વેને આ પર્વ આનંદદાયી ને ફળદાયી હો, એવી મબલખ શુભેચ્છા હૃદયથી
આ દિન છે પાવન ને શુદ્ધ થઇ જીવવાનો, અમર રહે આવો પવિત્ર રક્ષા પર્વ
રચનાકાર : પ્રો, ડો. રમેશ એમ. ગોહિલ , 8/25/2018
રક્ષા બંધન નો સાચો અર્થ શું છે ?
ર = રક્ષા કરજે વીરા તારી બહેન ની
ક્ષા = ક્ષમા કરજે વીરા તારી બહેનને
બં = બંધન માંથી મુક્ત કરજે વીરા તારી બહેનને
ધ = ધ્યાન રાખજે વીરા તારી બહેનનું
ન = ન ભૂલતો વીરા તારી બહેનને
No comments:
Post a Comment