Thursday, February 12, 2015
Friday, February 6, 2015
A Poem, a small girl teaching leadership qualities of Ganesha
A Poem, a small girl teaching leadership qualities of Ganesha
જુઓ ગણપતિનું માથું મોટું, એ રોજના પૂજાતા રહેતા
એના હર અંગ શીખવે ગુણો નેતા થવાના
નાની
છોરી જગની તો શું થઇ ગયું, માથું છે મારું મોટું
મોટા
માથાવાળા જગમાં મોટે ભાગે શાણા
જુઓ ગાય ભેંસ ને હાથીઓ, માથાઓ
સૌના મોટા મોટા
શાણપણ
બતાવ્યું એમણે થઈને શાકાહારી
લડતા
ઝગડતા ના કોઈ સાથ, સેવા કરતા માનવોની
ગાય
ભેંસ દૂધ
પીવાડી માનવને કરતા મોટા
પશુ
પંખીઓ માનવને શીખવે નાની મોટી શાણી વાતો
ભણેલો
માનવ શીખે તો જગ બને અતિ પ્યારું
જુઓ
ગણપતિનું માથું મોટું, એ રોજના પૂજાતા
રહેતા
એના
હર અંગ શીખવે ગુણો નેતા
થવાના
મોટા
કાને સાંભળતા ગણપતિ
નાની મોટી સૌની વાતો
નાની આંખે જોઈ કરતા વિશ્લેષણ સૌ
ચીજોનું
છુપા
મુખથી ઓછું બોલે ને હર શબ્દ તોલી તોલી બોલે
સૂંઢથી પારખતા આસપાસનું સારું નકામું
મોટા
પેટમાં એ સંગ્રહી રાખતા બીજાએ કરેલ બૂરા
કર્મો
બ્રહ્માંડની રક્ષા કાજે એ ગળી
જતા સૌ દુઃખો
ભરે પગલા જો સમજી સમજી તો મળે સફળતા
રાહોમાં
ઉતાવળા તે બાવરા ધીરા તે ગંભીર
ચાર ભુજાઓ દર્શાવે સૂક્ષ્મ શરીરમાં છુપાય રહેલ
લક્ષણો
મન બુદ્ધિ ચિત્ત અહંકાર બનાવે મિત્ર
યા શત્રુ
ગણપતિનો એક દંતશૂળ બતાવે જગની બેવડી પ્રકૃતિઓ
સત્ય સમજવા ભગાડો દ્વૈતવાદના સ્વરૂપોને
કપાળ પર ત્રિશુળ દર્શાવે, વર્તમાન,
ભૂત અને ભવિષ્યકાળ
કરે કાબૂ વર્તમાન કાળમાં તે ઘી
કેળા ખાય
શીખવે ગણપતિ વિચારો
બદલવાથી આવે ક્રાંતિ જગમાં
માથા
કાપવાથી તો વધે પાપો આ જગમાં
લેખક
: રમેશ એમ ગોહિલ
Note:
Teaching of leadership qualities Ganesha. બાવરા=confused;
સૂક્ષ્મ શરીર= subtle body; ગંભીર=serious, tranquil, wise;
લક્ષણો= Attributes;
વિશ્લેષણ= analysis, dissection; દ્વૈતવાદના સ્વરૂપોને forms of dualism;=Dualism in Metaphysics is the belief that there are two kinds of reality: material (physical) and immaterial (spiritual). In Philosophy of Mind, Dualism is the position that mind and body are in some categorical way separate from each other, and that mental phenomena are, in some respects, non-physical in nature.
;
Friday, January 23, 2015
Poem for baby: તું બુલબુલ આ ઘરનું, તારી આભા ઉગતા સુરજ જેવી
તું બુલબુલ આ ઘરનું, તારી આભા ઉગતા સુરજ જેવી
ઓ નન્હી શી ગુડિયા રાણી, તારી આભા ઉગતા સુરજ જેવી
તારી આભા ઘરમાં પૂરતા પ્રાણ, તું બુલબુલ આ ઘરનું
ઓ નન્હી શી ગુડિયા રાણી, તારી આભા ઉગતા સુરજ જેવી
તારી આભા ઘરમાં પૂરતા પ્રાણ, તું બુલબુલ આ ઘરનું
જન્મથી આલોકમાં લઇ આવી, તું રેશમી ઝુલ્ફોં પરીઓ જેવા
ઝુલ્ફોંના વિવિધ શણગારમાં, તું લાગે ગુડિયા જાપાની
તારા નયનોમાં રમે ચાંદ સિતારા, તેઓ પલકાવે આંખો તારી
તારી આંખનો એક પલકારો, આશાઓ જગાવે જીવવાની
જયારે જીવન બન્યું એકાકી, જયારે આશાઓ ફાડતી રહી છેડા
તારું આગમન લાવી ખુશી, છલકાયો સાગર ખુશીનો
તારી થોડી પણ ઝલક હસીની, ભુલાવી દેતા સંસારી દુઃખો
તું જયારે બોલતી પા પા, આનંદ વિભોર થતું મનડું
જયારે તું ભરતી પા પા પગલી, દેતી પ્રેરણા નવું શીખવાની
તારો પુસ્તક પ્રેમ અજોડ, ખુશીથી ગજ ગજ ફૂલતી છાતી
કૈક મળ્યા દુનિયાના મેળામાં, તું જ રહી હમારી જિંદગીનો બાગ
સૌને એ જ તમન્ના છે કે, જગમાં રોશન કરજે નામ
જયારે ઘડપણ મને પજવસે, જો હું કદી જિંદગીથી રસ ગુમાવી બેસું
સૌને એ જ તમન્ના છે કે, જગમાં રોશન કરજે નામ
જયારે ઘડપણ મને પજવસે, જો હું કદી જિંદગીથી રસ ગુમાવી બેસું
તું મીઠી હસી દઈ દેજે,
માનીસ ધન્ય થઇ સફર આ જગની
લેખક : ડો. રમેશ ગોહિલ
Vocabulary:
1.
આભા =પ્રભામંડળ(સૂર્ય,ચંદ્રની આસપાસ અથવા સંતપુરુષના
ચહેરા ફરતું તેજનું વર્તુળ) =Halo
2.
ઢીંગલી= ગુડિયા=doll
3.
સિતારા
=stars= તારા
4.
ઝુલ્ફોં=
hairs= વાળ
5.
રોશન= પ્રખ્યાત =પ્રકાશિત=famous
Saturday, October 18, 2014
L13. Poem On Crow: આંગણીયે બેસી હું જોતો કાકાને, આંબા ડાળે બેસી તું બોલતો કા કા કા
Poem On Crow: કાગડાનું
સંસ્કૃત નામ "કાકા"
આંગણીયે
બેસી હું જોતો કાકાને, આંબા ડાળે બેસી તું બોલતો કા કા કા
આંગણીયે
બેસી હું જોતો તુજને, આંબા ડાળે બેસી તું બોલતો કા કા કા
લોકોને
લાગે તારો અવાજ કર્કશ, તો કોકને ના ગમતો તારો કાળો રંગ
કોકને
લાગતો તું હાનિકારક, તો લોકને લાગે
તારી લાક્ષણિકતા અશુભ
સમજી
શક્યું ના આ જગ તુજને, સોનાની પરીક્ષા તો પાકો સોની જાણે
ભર્યા
તુજમાં ગુણ ગુણના ભંડાર,ચતુરાયનો રહયો તું તો મોટો ખેલાડી
તારા
સમો સમાજ સેવક ના કોઈ, દિલ દઈ ઉછેરતો કોયલના સંતાનો
જગનો
તું પ્રથમ ટેકનોલોજીસ્ત, ભાત ભાતના હથીયાર બનાવતું પક્ષી
હથીયારની
પહચાન દીધી માનવને,ખોરાકની શોધમાં વાપરી બતાવ્યા
જાદુઈ
આંખો કોઈનામાં દીઠી નહિ,બંને આંખે તું જોતો જુદા જુદા દ્રશ્યો
કદી
ના બીતો કાકા કોઈ પક્ષીથી, પીછો કરે જો ગરુડનો તો મારીને જંપે
પક્ષી
જગમાં તેજસ્વી મન તારું, શરીર પ્રમાણે તું તો ચીમ્પાઝી
સમકક્ષ
મધુર
સ્વર શબ્દોનો તુજમાં ભંડાર, સંગીત પ્રેમી કહેતા “સોન્ગ બર્ડ” તને
સંગીતમાં
ભવ્યતા તુજમાં મોટી, ઓપેરાના પાઠ ભણી બતાવ્યા જગને
સંદેશાવ્યવહારમાં તું સૌથી માહિર, સ્વર
આધારિત રચી બતાવી ભાષા
એક
બીજાઓને સંદેશા મોકલતા, દેતા માહિતીઓ ખોરાક ને ભય તણી
માહિતીથી
વંચિત કરતા સાથીઓને, ચેતવણી દેતા લડાઈ તૈયારી કાજ
યાદ
શક્તિમાં ના કોઈ તારી તોલે, સંતાડે ચીજો ખૂણે ખૂણે પણ ના ભૂલે
મશ્કરી
કદી ના કરવી કાગડાની, રોષ રાખે ને વિના વેર કદી નહી જંપે
કહે ભારતીય પૌરાણિક
માન્યતા, પૂર્વજ આત્માનો તુંજ છે સંદેશા
વાહક
માતૃપિતૃ તર્પણ થતું તુજ થકી, તુજ આત્માઓની
શાંતિ કરાવી આપતો
કાકા
બન્યા શનિદેવનું વાહન, કાકાના સર્વે ગુણો શનિગ્રહને આધારિત
શનિ
જેટલો સારો તેટલો અશુભ,
નિષ્પક્ષ ચુકાદો, ભક્તિભાવનો દેનાર
શનિદેવે
કાપ્યું ગણેશજીનું માથું, કર્મ પ્રમાણે ફળ દેનાર તું છે સત્યપ્રિય
શનિદેવ
બનાવે તત્વજ્ઞાની, સંશોધક, મહેનતુ, જવાબદાર ને સહનશીલ
લેખક:
રમેશ એમ. ગોહિલ

Note: Poems on Birds and
Animals are written for educating kids of our family. Specifically, we want to
teach them characteristics of Birds and Animals. It is hard to write scientific
poems in normal poetic format; however I have tried my best. I welcome any
suggestion to improve quality or correctness of the facts discussed in poems.
Wednesday, October 1, 2014
Letter: 12, Poem Comprises Teaching of Saint Kabir
Letter: 13 Poem Comprises Teaching
of Saint Kabir
Kabīr was a mystic
poet (રહસ્યવાદી કવિ) and saint of India. His creation was greatly influenced the Bhakti
movement. He lived for 120 years. Here in the Gujarati poem in which I have summarized some impressive teachings of Saint Kabir.
કબીરજી
આવ્યા, કબીરજી આવ્યા, શીખવવા પ્રેમના પાઠ રે
સાથે
લઇને આવ્યા ભાત ભાતના હીરા મોતી માનવ કાજ રે
કબીરજી આવ્યા, કબીરજી આવ્યા, શીખવવા પ્રેમના પાઠ
રે
સાથે લઇને આવ્યા ભાત ભાતના હીરા મોતી માનવ કાજ રે
હિંદુ, મુસ્લિમ ને શીખને પ્રેમથી ધરી અજબ ગજબની ભેટો રે
રામ નામના અનમોલ રતન પ્રેમથી વહેંચીયા સૌને સરખા રે
કાપડ વણતા વણતા બનાવ્યા ગીતો જ્ઞાન દયા પ્રેમ તણા રે
કાપડ વેચી રોજી કમાયા ને વધી પુંજી તે વહેંચી
નિર્ધનોને રે
લખ્યા ચાપ્કાઓ, ગીતો ને ભજનો જેને સૌએ પ્રેમથી ગાયા રે
સમજ્યા સાર તેનો થયો ઉદ્ધાર ને સંસાર સાગર તરી ગયા રે
કહે કબીર રામનામ ધન જગમાં સહુથી મોટું કરો ધ્યાન તેનું રે
કરે જાપ હર દિન રામ નામનું તો ભાગે દુઃખ સહજમાં સૌના રે
જયાં દયા ત્યાં ધર્મ, લોભ ત્યાં પાપ,
ક્રોધ ત્યાં નાશ નિશ્ચિત રે
જયાં ક્ષમા ત્યાં તમે, ક્ષમા વીરોનું આભુષણ પાલન કરો તેનું રે
માયા જગ સાંપિની ભૈ એ બેઠી લઈ વિષ કામ ક્રોધ લોભના રે
એણે અજ્ઞાની જીવોને ફંડોમાં ફન્ડીયા ને સાંપિની ડંખી ભાગે રે
ચિંતા એવી ડાકણ જે કલેજું કાપી ખાય, વૈદ્ય પાસ દવા નથી રે
ચિંતાળુ મન એવું જાણે આગ લગે સાગરમાં ધુવા ના દેખે કોઈ રે
મન કા ખોજ કોઈ નહિ પામેં, શિવ બ્રહ્મા ને ઋષિમુનીઓ હારે રે
અપરમ્પાર પાર નહીં તારો, અગમ અગોચર મહિમા મનનો રે
દુનિયા બહુ રંગ બાવરી જે સમજે તીરથ સ્નાન ભગાવે પાપ રે .
કટૈ ન પાપ સ્નાનથી રહે તન મહી ને મનનો મેલ નહિ જાઈ રે
મન મંદિરમાં જો હોઈ મેલ તો મનને વાત કેમ કરી સમજાય રે
દેનાર જ્ઞાન કે ધન દાન કરે, ઉપયોગ તો લેનારના મન પર રે
બનતા જોયા ઘણાં તત્વજ્ઞાની ને કવિઓ નિશાળે જવા વગર રે
મન મંદિરના દ્વાર ખુલ્લા હશે તો સરસ્વતીજી મનમાં વિરાજશે રે
મીઠા વચન સબસો બોલીએ, તોહી સુખ ઉપજૈ સહુના મનમાં રે
આજ વશીકરણ મંત્ર છે, જે તજે કઠોર વચન પામે પ્રેમ સહુનો રે
ગાયત્રી મંત્ર અને કબીરજી શીખવે સૌને જ્ઞાન જીવન આધાર રે
જ્ઞાનથી સારા કર્મો કરાય ને સદ કર્મો વગર સફળતા કયાંથી રે
લેખક : રમેશ એમ. ગોહિલ
બાવરી= ગભરાયેલું.અધીરી,ઘેલી, confused; ભૈ-ભાઈ ; પાવૈ=પામે ; સબસો=બધાને ; ઉપજૈ=થાય .
Subscribe to:
Posts (Atom)