Wednesday, August 8, 2018
Saturday, August 4, 2018
યુવાનો આ જગના તમને શીખવું પાઠ એક મઝાનો F
જો જો યુવાનો ખેલાય નહિ વિશ્વયુદ્ધનો નાટક
ફરી
યુવાનો આ જગના તમને શીખવું પાઠ એક મઝાનો
આ દુનિયા નથી શું એક અલકમલકનો મેળો મોટો
સુરજ, આકાશ, હવાપાણી સૌ જીવંત કૃતિઓ કાજ
અહીં કુદરતની
કૃતિઓ સંગાથે હળીમળીને રહેવું
મળ્યું સૌને લોકશાહી જાતનું મગજ એક અદભુત
ઉપયોગ કરવો કેવો તેની જવાબદારી છે આપણી
જોઈએ તેટલું ખાજો ને બાકીનું છોડજો બીજા કાજ
સંદેશ છે સૌ ગ્રંથોનો આપણે સંતાનો એક પિતાના
પરકમાયું ધન જે જન લુટે એ શોષણ
જગમાં મોટું
ધનલોભમાં
થયા યુદ્ધો ને ગયી સંપત્તિઓ ને જાનો
પુકારે ગાયત્રી મંત્ર કે મેળવવા જેવું જગમાં છે જ્ઞાન
જ્ઞાન સાધન જ એકલું જે કરાવશે જીવન નૈયા પાર
કહે શાણા સાધનાથી કરી શકાશે ચંચળ મનને સ્થિર
સ્થિર મન તો લાવે ડહાપણ, પ્રફૂલીત્તા ને માનવતા
હર હંમેશ સાંભળતા રહેજો સલાહ અનુભવી જનોની
પ્રેમ તો છે પગથીયું
પહેલું જગમાં આગળ વધવાનું
ધનલોભ સેતાન અભાગી ને એ કરાવે કામો અવળા
પ્રેમથી જો જીતશો દુનિયા તો જાશો સૌ વૈકુંઠ ધામ
આટલું અદભુત વિશ્વ બનાવવું એતો ખેલ છે જાદુઈ
જો જો યુવાનો ખેલાય નહિ વિશ્વયુદ્ધનો નાટક ફરી
રચનાકર: પ્રો. ડૉ. રમેશ એમ. ગોહિલ
Tuesday, July 17, 2018
હસતા રહેજો ને રમતા રહેજો, પ્રેમ સાગરમાં તરતા રહેજો,
જ્ઞાનથી જ દુનિયા પાર કરાય,
ગાયત્રી મંત્રોનો સંદેશ એજ,
ભેગા મળી કરશું સૌ કામ તો,
સ્વર્ગ ઉતરશે આ ધરતી પર
બાળ કવિતા;
હસતા રહેજો ને રમતા રહેજો, પ્રેમ સાગરમાં તરતા રહેજો,
કરજો રે પ્રેમ પ્રાણીઓને, દુભાવશો ના દિલડા દુઃખીઓના
આંધી આવે કે તોફાન આવે, છોડશો કદી ના માનવતાવાદ,
દુઃખીઓના આંશુ લૂછતાં રહેજો, બનતી મદદ કરતા રહેજો
જ્ઞાનથી જ જીવન તરી જવાય, ગાયત્રી મંત્રોનો સંદેશ એજ
શીખતા ને શીખવતા રહેજો, માનજો વિશ્વ એક કુટુંબ આપણું
આપણે છોરા એક બાપના, ત્યજ્જો ઊંચ-નીચના
ખોટા વાદો
ભેગા મળી કરશું સૌ કામો તો, સ્વર્ગ ઉતરશે આ ધરતી પર
આંખ મળી છે સારું જોવા ને જીભ મળી બોલવા મીઠું ને ગાવા
કાન મળ્યા સારું સાંભળવા, પગ મળ્યા પ્રકૃતિની મઝા માણવા
માણજો સવાર સાંજ મહેફિલ, સુરજના બદલાતા વિવિધ રંગોની
માણજો ચાંદની પૂનમના ચંદ્રની ને રમતો ચાંદ તારા વાદળોની
જોજો જંગલની કુંજો ને કોતરો, સુણજો ઝરણા ને સાગરના ગીતો
સુણજો કોયલના મધુરા
ટહુકા, જોજો મીઠી
રમતો મોર ને ઢેલની
ગણજો પાંખોની ગતિ હમીંગબર્ડ્સની, માણજો ચતુરાય કાગડાની
જો જો બિહામણો ચહેરો ઘુવડનો ને કળા મધ કરતી મધમાખીની
સૌને અવસર મળ્યો અનોખો, માણી લેજો આનંદ સૌ ઇન્દ્રીઓથી
ના જાણ્યું કોઈએ આ જગમાં, ફરી મળશે કે નહિ લહાવો અનેરો
રચનાકાર : પ્રો. ડૉ . રમેશ એમ. ગોહિલ
Monday, July 16, 2018
Subscribe to:
Posts (Atom)