Monday, August 27, 2018

મન છે તો માનવ આપણે, મનની વાત તો અતી નિરાલી


                            

 
મન છે તો માનવ આપણે, મનની વાત તો અતી નિરાલી
મન માનવને મારે યા તારે, બધો આધાર મનની સમજ પર

મનમાં વસે દેવો ને દાનવો,  ભગાડો મનથી દાનવ ગુણોને
 દૈવી ગુણો લાવે પ્રેમ દયા,  ભગાડે અભિમાન ને અણસમજ

પ્રેમ તો છે પૂજા અને ભજન, પ્રેમ તો દિલની ભાવના ને દયા
પ્રેમ તો છે ધર્મ ને સિધ્ધાંતો, પ્રેમથી મનમાં વસે દૈવી ભાવો
 
કોઈ કરે જો બુરું તો માફ કરજો, આ રીત મન સાફ કરવાની
સાફ મન કરે વિચારો સારા, ને શરીર રહેશે સદાય નીરોગી
 
આવશે જો બધામાં દૈવી ગુણો, તો જ બનશે વિશ્વ એક કુટુંબ
બનશે જયારે વિશ્વ એક કુટુંબ, ત્યારે જ જજો બીજા ગ્રહોપર

જુઓ દશરથ પુત્ર  શ્રીરામને, જન્મ્યા પ્રેમના દૈવી  ગુણો લઇ
રામ બનો તો વનવાસ મળે, નાતો થાય શિવ ને પ્રકૃતિ સંગ
 
 દૈવી ગુણોથી બુદ્ધે છોડયું ઘર, મીરાંએ શીખવી રીત ભક્તિની
 દૈવી ગુણોથી થયા અનેક સંતો, તેમણે શીખવ્યો માનવ ધર્મ
 
બને જો આવી  દૈવી દુનિયા, જરૂર ના રહેશે પ્રભુ અવતારની
ના રહેશે લડાઈ કે કોઈ ભૂખ્યું, ના રહેશે મંદિર, મસ્જિદ કે ચર્ચ
 
મુક્તિ મળશે અહીં વેપારીઓથી, મુકત થઈશું ધનવાન સંતોથી
 
રહેશે નહિ તોપો ને મિસાઇલો, અરે મળશે મુક્તી આતંકીઓથી
રચનાકાર : પ્રો ડો  રમેશ એમ ગોહિલ
Former Professor and Director, Materials Sci. and Engg., University of Utah, USA;
Polymer Scientist and Technologist, Dept. of  Materials Sci. and Engg., DuPont Co.,
Experimental Station, Wilmington, DE, USA. Polymer and Material Education in India
 and Germany.

इश्क है इबादत, इश्क है इमान, इश्क सफर है, इश्क मुसाफिर,
इश्क ग़ज़ल है, इश्क तराना, इश्क को जिसने जान लिया
उसने रब को पहचान  लिया,

Saturday, August 25, 2018

આવ્યો રે આવ્યો પ્રવિત્ર શ્રાવણ માસ ને લાવ્યો રક્ષા બંધનનો અનેરો પર્વ

 
 

આવ્યો રે આવ્યો   પવિત્ર શ્રાવણ માસ ને લાવ્યો રક્ષા બંધનનો અનેરો પર્વ

પૂનમના ચાંદ જોડે ભાતૃત્વ પ્રેમનો પર્વ  ને બે આત્માઓના  મિલનનો  પર્વ


સવારે વહેલા ઉઠી ભાઈઓ બદલે જનોઈ, કરે શુભકામના લાડલી બેન કાજ

બે હૃદયોને સુતરના તાંતણે ગૂંથવાનો પર્વ , ભાઈની રક્ષાની ઉજવણીનો પર્વ


વિચાર ને કાર્યોમાં શુદ્ધતા  સ્થાપના દિન,  મનમાં પડેલી ગાંઠો ત્યજવાનો પર્વ

હર્ષોલ્લાસથી પવિત્ર વાતાવરણ સ્થાપી, તિલક કરીને  રક્ષા બાંધવાનો  પર્વ 


સર્વેને આ પર્વ આનંદદાયી ને ફળદાયી હો, એવી મબલખ શુભેચ્છા હૃદયથી


આ દિન છે પાવન ને શુદ્ધ થઇ જીવવાનો, અમર રહે આવો પવિત્ર રક્ષા પર્વ


રચનાકાર : પ્રો, ડો. રમેશ એમ. ગોહિલ ,  8/25/2018 

 
Raxa bandhan meaning:

રક્ષા બંધન નો સાચો અર્થ શું છે ?

ર = રક્ષા કરજે વીરા તારી બહેન ની

ક્ષા = ક્ષમા કરજે વીરા તારી બહેનને 

બં = બંધન માંથી મુક્ત કરજે વીરા તારી બહેનને 

ધ = ધ્યાન રાખજે વીરા તારી બહેનનું

ન = ન ભૂલતો વીરા તારી બહેનને







Monday, August 20, 2018

The journey of life, Which kind of journey is this? F



 

The journey of life, Which kind of journey is this?

The journey of life, Which kind of journey is this?
 Neither anyone could understand nor perceive
 
 Document prepared by Prof. Dr. Ramesh M. Gohil, Song from film “ Safar”
.
 
 
 
 
 
 
 
 
 

 



Sunday, August 19, 2018

The journey of life, Which kind of journey is this?

 
 
 
 

The journey of life, Which kind of journey is this?


The journey of life, Which kind of journey is this?
 Neither anyone could understand nor perceive
 
 Document prepared by Prof. Dr. Ramesh M. Gohil, Song from film “ Safar”
.
 
 
 
 
 
 
 
 
 

 


Wednesday, August 8, 2018

Great Family Memories of Deviben Parmar and Jamunaben Gohil

 
 
 
 
 
Great Family Memories of  Deviben Parmar and Jamunaben Gohil